STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Inspirational

કવિતા તારી લખવી છે મારે

કવિતા તારી લખવી છે મારે

1 min
411

કવિતા તારી લખવી છે મારે,

તારું સુંદર મુખ તું મલકાવી દે. 


શબ્દોની ભાષા સમજવી છે મારે,

તું પાંપણો પલકાવી સમજાવી દે. 


કવિતાના શબ્દો શોધવા છે મારે,

તારા કોમળ અધરોથી સરકાવી દે. 


કલમમાં શાહી ભરવી છે મારે,

તારા કાજળની શાહી બનાવી દે. 


કવિતામાં પ્રેમ વર્ણવો છે મારે,

તારી હથેળીમાં મને કોતરવા દે. 


કવિતા તારી લખીને ગાવી છે મારે,

તારી આંગળીને કલમ બનાવવા દે. 


કવિતાનું સ્વરાંકન કરવું છે મારે, 

તારા પ્રેમની સરગમથી સજાવવા દે. 

 

વિશ્ચ કવિતા દિવસ આજે છે "મુરલી"

તારા પ્રેમની સરિતામાં મને વહેવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance