કળ વળે છે
કળ વળે છે
પૂછ્યું હતું જે આપને કે સ્નેહમાં શું મળે છે
જાણ્યું અમોએ એમ કે કાળજે કળ વળે છે
આવરણ વગર ચરણ રણમાં ચાલતા થયા
વાવડ મળ્યા'તા એમ કે ઝાંઝવે જળ મળે છે
થાકી જવાયું કેટલું'ય એ તરફ પહોંચી જવા
અફવા હતી એમ કે તહીં ફોગટ ફળ મળે છે.
હળવેક ! દસ્તક બારણે દઇ નિકળી ગઇ હતી
જીન્દગી ને ક્યાં ? રોજ રોજ એ પળ મળે છે
ગગન ગોખના વિશ્વાસે હોય વહાણ દરિયામાં
બે હાથને હતું એમ કે ચારહાથનું બળ મળે છે.
વખત મીણ થઈ વહી ગયો ! બુકાની બાંધવામાં
મુઠ્ઠીભર સરકતી રેતને એમ હતું તળ મળે છે.

