STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

યૌવનનો જાદુ

યૌવનનો જાદુ

1 min
301

શું વખાણ કરૂં તમારા રૂપનાં હું,

મન મારૂં ખૂબ મુંઝાય છે,

ગજબનો જાદુ છે તમારા રૂપનો,

કલમ મારી અટકી જાય છે


લહેરાતી તમારી ઝુલ્ફોથી મુજને,

શિતળ છાંયો અનુભવાય છે,

શિતળતાને જો માણવાં જાઉં તો,

કલમ મારી અટકી જાય છે.


નયનો તમારા કજરાળાં છે તેમાં,

નજર મેળવવાનું મન થાય છે,

નજરને હું જો મેળવવા જાઉં તો,

કલમ મારી અટકી જાય છે.


તમારા ચહેરાની સુંદરતા જોઈને,

ભ્રમર બનવાનું મન થાય છે

મધુર મહેંકને જો માણવાં જાઉં તો,

કલમ મારી અટકી જાય છે.


તમારા અધરો છે ગુલાબ જેવા તેનું,

રસપાન કરવાનું મન થાય છે,

અધરોનું રસપાન જો કરવા જાઉં તો,

કલમ મારી અટકી જાય છે.


તમારા યૌવનમાં ઘાયલ બન્યો છું, 

ભાન-શાન ભૂલી જવાય છે,

"મુરલી" યૌવનમાં જો ડૂબવા જાઉં તો, 

કલમ મારી અટકી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance