શાને રાહ જોવડાવો છો
શાને રાહ જોવડાવો છો
આવડત પર તમારી ખૂબ માન છે,
બહું સરળતાથી લાગણી છુપાવો છો.
મળો છો જો ક્યારેક અમને રાહમાં તો,
મારી નજરથી નજરને બચાવો છો.
કહો છો અલગ - અલગ વ્યક્તિત્વ છીએ,
તો એકાંતમાં શાને ગુણો સરખાવો છો ?
વાસ્તવમાં તો દૂર ભાગો છો મુજથી ને,
સ્વપ્નમાં રોજેય અમને દિલથી અપનાવો છો.
રિસાયેલાં નથી અમે ક્યારેય તમારાથી તોય,
વિના કારણે પણ અમને રોજ મનાવો છો.
આંખો તો પહેલીવારમાં જ લાગણી વર્ણવી ગઈ,
હવે આમ અમસ્તી જ શાને રાહ જોવડાવો છો ?

