રંગ હોળીના
રંગ હોળીના
રંગ તારા પ્રેમનો તારા નયનથી જ છલકે છે,
ઊર્મિઓના રંગ પણ મારા નયનથી જ છલકે છે.
રંગ નિખરી નિકટતાનો મુખપર ઘણો જે ચમકશે,
રંગ આ રાતો ગુલાબી ગાલ પર તારા જ ચમકે છે.
લાગણીના તાર દિલથી મધુર ધુન તારી રણકશે,
આંખમાંથી આંસુ હર્ષના કેમ તારા જ ટપકે છે.
રંગ હોળીના તમારા ગાલ પર આમ જે નિખરશે,
રંગ મોસમનો તમારા આવવાથી જ નિખરે છે.
રંગ હોળીના તમારા રંગથી કસુંબલ થઈ જશે,
મૃદુલ મન આજે હવે કેસરિયુ થઈને જ મલકે છે.

