તને ખબર છે
તને ખબર છે
આપણી મુલાકાત એટલે કે જાણે
મારા માટે ત્રણ ઋતુઓનો સંગમ
ત્રણ ઋતુઓ જાણે કે
વસંત, વર્ષા અને પાનખર
તું મળવા આવી રહી હોય ત્યારે લાગતું કે જાણે
મારી દુનિયામાં "વસંત” ખીલી રહી છે
એક નવી ચેતના નવી ઉર્મિ
પ્રસરાઈ રહી છે ચોતરફ
જેમ નવી કૂંપળો ફૂટી નીકળે છે એમ,
વાત્સલ્ય ફૂટી નીકળતું મારા હૃદયમાં
નવા ખીલતા ફૂલો ની જેમ ક્યાંક
ઘસી આવતા આંસુ મારી આંખમાં તને જોઈને
તને મળતો ત્યારે લાગણી ભરેલા
મેઘ વરસી પડતા હતા “વર્ષા"ની જેમ
પ્રેમ અને વ્હાલની નવી કૂંપળો
ફૂટી નીકળતી હતી ધરા ફાડીને
જેમ વરસાદની બુંદોના ધરા પર પડવાથી
ધરા મહેકી ઉઠે છે,
તેમ મારુ વ્યક્તિત્વ પણ મહેકી ઉઠતું
તારા પ્રેમની સુગંધથી
પણ સૌથી કષ્ટદાયક હતું,
તારા મળીને પાછા જવું,
લાગતું જાણે કે જિંદગીના આખરી
પડાવ પર આવી ગયો હોય હું !
તું નીકળતી ત્યારે પાનખરની જેમ
મારા હોંઠની હસી, ચેહરાની લાલી
નીતરી જતા જાણે વૃદ્ધ પર્ણ
ખરી રહ્યા છે ડાળીઓ પરથી !
પણ એક આશા સાથે કે
ફરીથી આવશે તારી મુલાકાત
એક નવી વર્ષા અને વસંત લઈને
આપશે મુજને એક નવું જીવન.

