નવજીવન
નવજીવન
હથેળીમાં તારી હથેળી મળી હતી,
પળ એ જિંદગીની અનેરી હતી !
સપ્તપદીના ફેરા સાથે લઈ વચન,
નવજીવનની શરૂઆત કરી હતી !
એકબીજાના સંગે ખુશીઓ સાથ,
દુઃખની ડગર સુપેરે પાર કરી હતી !
આ જીવનરાહ પર ડગલે ને પગલે,
હાથ ઝાલી સફર સુહાની સર કરી !
આમ જ હસતાં હસતાં વીતે જીવન,
અંત સુધી સાથની વાત કરી હતી !

