લાગણી
લાગણી
લાગણીની રમત પણ કેવી હોય છે,
ક્યાંક દૂર કોઈ સાદ કરે,
અને એકદમ નજીક સંભળાય છે,
બોલ્યા કશું નહી,
પણ બધુ સમજાય છે,
એમને એમ એકબીજાના નજીક અવાય છે,
તમે કહો છો, કે,
લાગણીને શબ્દો સાથે ન જોડો,
પણ,
સાચુ હોય જો મન તો,
શબ્દોની જરૂરિયાત કયાં વરતાય છે,
હું તો એમ માનુ છું, કે,
તમને હોય જો વિશ્વાસ, તો,
વરસો પછી પણ પ્રેમ દેખાય છે,
નહીંતર,
છેલ્લે તો, બધુ અહીંનું અહીં જ રહી જાય છે.

