ઉત્સવ
ઉત્સવ
આંસુના તોરણ બાંધીને આંખો પૂછે છે કે,
શું તોરણ બાંધ્યાનો ઉત્સવ મનાવુ ?
પ્રેમના સમુદ્રમાં ડૂબકી મારી ને,
દુઃખ સમા તરાપાનો સહારો લઈને કાંઠે પહોચ્યા,
તો શું, તરાપો મળ્યાનો ઉત્સવ મનાવુ ?
મૃગજળ સમી તારી યાદો, મને છેતરે છે,
તો શું, યાદો મળ્યાનો ઉત્સવ મનાવુ ?
જુદાઈના ક્ષણો કાપતાં વિરહના આંસુ આવ્યા,
અને જયારે મળ્યા ત્યારે હરખના આંસુ આવ્યા,
તો શું, આંસુ મળ્યાનો ઉત્સવ મનાવુ ?