મઝધારે છોડી
મઝધારે છોડી
વિરાન જીવનના આ પથ પર
બે ડગલાં સાથે ચાલવાની આશ છે,
મઝધારે છોડી ગયા છો મને
બસ કિનારે પહોંચવાની આશ છે,
નીંદર તો લૂંટાઈ ગઈ છે મારી
પણ સ્વપ્ન જોવાની આશ છે,
વિરહની આગમાં તડપું છું
બસ એક મુલાકાતની આશ છે.

