વનસૃષ્ટિ
વનસૃષ્ટિ
1 min
325
ઇશ્વરની સુંદર રચના છે પ્રકૃતિ,
વન્યજીવનો આધાર છે પ્રકૃતિ.
વધારે છે વનની શોભા તરુવર,
વન્યજીવનો આધાર છે તરુવર.
ન કરશો તરુવરનું છેદન,
નહીં તો થશે માનવતાનું નિકંદન.
જો તરુવર છે સલામત તો,
પુરી વન્યસૃષ્ટિ છે સલામત.
તરુવરની છાયા લાગે સૌને સુખદાયી,
મીઠામધુરા ફળપાન મિટાવે સૌની તૃષ્ણા.
કળિયુગમાં પશુએ છોડી પશુતા,
ને માનવે છોડી છે માણસાઈ.
ના કરો તરુવર પર અંધાધૂંધ પ્રહાર,
અબોલા જીવ કરે છે આ પોકાર.
