આભાસ
આભાસ
1 min
324
એની આંખનું એક આંસુ, મારા ગાલ પર,
એક ઝાકળની જેમ રહી ગયું,
એની ખાટીમીઠી યાદો, એક વહેમની જેમ,
મારા જહેન મા રહી ગઈ,
જયાં સાચા અર્થનો પ્રેમ હતો,
એ આજે ખાલી 'આભાસ' બનીને રહી ગયો,
લોકો કહે છે કે દુનિયામાં કોઈ કોઈનું નથી,
પણ, એકવાર જે કોઈનું થઈ જાય છે, પછી
એ પોતાનું બનીને પણ કયાં રહી જાય છે ?
જેમ નદીનું મીઠું પાણી, દરિયામાં ભળીને,
પોતાની મીઠાશ છોડી દઈ ખારૂ બનીને રહી જાય છે,
તેમ, તારી યાદ, તારો અહેસાસ, તારો પ્રેમ,
આજે એક ખયાલ બનીને રહી ગઈ છે.