ખોડલ મા રમવા આવી
ખોડલ મા રમવા આવી
1 min
209
આજ ખોડલમા રમવા રે આવ્યા,
રમવા રે આવ્યા ને દર્શન દીધા...
સોનાનો ગરબો,
હાથે ઉલાળીને સીરે ધરે...
બત્રીસ-બત્રીસની ઝાળી ગરબામાં,
ઝળહળ ઝળહળ જ્યોત જલે.
મા નું મુખડું લાગે જાણે, સૂરજ સમ લાલ,
એની ઉપર ઊડી રહ્યો છે લાલ ગુલાલ..
માંડી મારી દિનદયાળી,
દુઃખડા તું તો સૌના કાપતી...
પાલવ જેણે પકડ્યો પ્રેમથી,
મનનું માંગ્યું તું તો આપતી...
હું તો છોડીશ નહીં મા તારો છેડો,
પાકા નિશ્ચયથી પકડ્યો મા તારો કેડો...
તને સોંપ્યો છે ભાર,
હવે નથી કોઈની દરકાર...
તારા જ એક નામે,
ભક્તો તર્યા, મા હજાર.
