STORYMIRROR

Arti Jagda

Romance

3  

Arti Jagda

Romance

પ્રથમ આ વરસાદની

પ્રથમ આ વરસાદની

1 min
229

પ્રથમ આ વરસાદની આ પ્રથમ પ્રીત મુબારક તને,

મારા હૈયાને ભીંજાવતી આ વરસાદની બૂંદો,

આ બૂંદોમાં છૂપાયેલી મારી લાગણી મુબારક તને,


મારી આંખોમાં તારી યાદોની તરંગો,

મને યાદ છે એ આપણી મુલાકાતના પ્રસંગો,

આ મુલાકાતમાં છૂપાયેલી મારી લાગણી મુબારક તને,


આકાશમાંની વીજળીની આ ચમકારા,

મને યાદ છે એ તારી આંખોના પલકારા,

એ પલકારામાં પાંગરેલી મારી પ્રીત મુબારક તને,


રંગબેરંગી મોસમની આ બહાર છે,

તારી પ્રીતનો વરસાદ ધોધમાર છે,

આ પ્રીતમાં ભીંજાયેલી મારી લાગણી મુબારક તને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance