તારી યાદોનો સ્પર્શ
તારી યાદોનો સ્પર્શ
તારી યાદોના સ્પર્શની દુનિયા,
જાણે ખટ મીઠી મધુરી મખમલી લાગે,
જાણે લોહી બની સતત વહે છે,
મારી નસ નસમાં,
એવી તારી રૂહથી નજદીકી લાગે,
દિલમાં ઉતરી ગઈ તારી તસવીર,
એટલે તો આ શ્વાસ સરગમના સાત સૂરો જેવો સૂરીલો લાગે,
આ વર્ષાબિંદુ ભીંજવે તન મનને,
તારી યાદ ભીંજવે મારી આંખ
ઊડીને આવી જાત તારે પાસ,
અગર હોત મારી પાસે પાંખ,
તારી યાદ જાણે મારો મહામૂલો ખજાનો લાગે,
તને મેળવી લેવાની હૈયે ઝંખના જાગે.

