લાગણી
લાગણી
અહેસાસની કોઈ જુબાની નથી,
લાગણીનાં કોઈ મોલ નથી,
અનુભવાઈ સદાય એ તો પ્રેમથી,
એનાં કોઈ ભાવ-તોલ નથી,
મહેસૂસથી મળે ખુશી, આનંદ,
બાંધીને રખાય એવી ચાલ નથી,
સદાય રહેશે ધડકતા હૃદયમાં,
સ્વાર્થથી બંધાય એવી જાલ નથી,
સ્નેહ, પ્રીત, એ તો ગમે સૌને,
ધિક્કાર ને નફરતમાં વ્હાલ નથી.

