આભાસ
આભાસ
સમુદ્ર કહે હવે,
આ લહેરોને કિનારે કોઈ રોકતું નથી,
સમય પણ કેવો વહેતો
બસ સામેથી હવે કોઈ ટોકતું નથી,
ઘણી લાગણી હતી ચાંદની રાતથી
એટલે પડછાયાસમ ઝાકળને તોડવું નથી,
સંબંધો કેવા જાણે બહુરૃપીયા
ખુદના સફરનામે દરેક નામ જોડવું નથી,
રહસ્યો જીવનના સાત સમંદર જેવા ઊંડા
હવે દરેક સામે રહસ્ય ખોલવું નથી,
મરજીવા કેવા ? ઊંડાણે મોતી શોધે,
કહી દે એમને,"લાગણીના મોતી"
અકબંધ હૃદયે, હવે બીજું શોધવું નથી,
મળવું હોય તો પ્રત્યક્ષ મળજે
બસ ખુલી નજરના આભાસને જીવનથી જોડવું નથી.

