કેમ આમ દોડે છે
કેમ આમ દોડે છે
દુનિયામાં સૌ કેમ આમ દોડે છે
જુઓને કેવા બે લગામ દોડે છે,
હાંસિલ શું કરવું એની ખબર નથી
ભાવિની ચિંતામાં વર્તમાન ખોઈને દોડે છે,
યુવાધન પરદેશ જવાનાં સપનાંઓ સેવી
સ્વજનોને છોડી ઉજ્જવળ ભવિષ્ય માટે દોડે છે,
ભોગવશે પોતે કેટલું એ નિજને જ ખબર નથી
શું એક કફન અને ચાર લાકડાં માટે દોડે છે ?
કેટલું એ દોડે છતાંય મનમાં ક્યાં શાંતિ ?
અજંપાભરી જિંદગી વીતાવી કેમ આમ દોડે છે ?

