ના લગન તારી હતી
ના લગન તારી હતી
ના લગન મારી હતી કે ના અગન તારી હતી
દિલમાં ઉઠેલા સ્પંદનો એ પ્રેમની
અટારી હતી,
ઉરની ઉર્મિઓને તારા શબ્દોએ
શણગારી હતી
સંવેદના મુજ હૃદયમાં તારા નામની જાગી હતી,
કૂંપળ ફૂટયા કેવા પ્રણયના એ આંખમાં છલકાય છે
તુજ સાથ ઝંખું જીવનમાં
મુજ મનડું પણ મલકાય છે,
સાગર સરિતા જેમ આપણું મિલન ક્યાં શક્ય છે
તું આભ હું ધરતી સમી મિલન
ક્ષિતિજે એ જ સત્ય છે.

