STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance Inspirational

4  

Deep Shukla (સેહદેવ)

Romance Inspirational

આપઘાત

આપઘાત

1 min
273

તું માને છે કે લોકો બસ ખોટી વાત કરે છે,

દિવસે-દિવસે લાગણીઓ જાણે આપઘાત કરે છે,


પત્ર મળ્યો ને એમાં નામ તમારું સ્પષ્ટ છે છતાં,

ફરિયાદ છે કે કુદરત બહુ અન્યાય કરે છે,


આમ બે ઘડી કરવા ખાતર યાદ ના કરો,

ઝાકળ રણમાં કરી-કરીને કેટલી ભીનાશ કરે છે,


બધું ભૂલવું શું આ સહજ વાત છે જીવનની ?

તો કેમ લાગે છે કે મન કોઈ અપરાધ કરે છે,


હિસાબ માંડ્યો તો ઘણી ક્ષણ ઉધારમાં નીકળી,

ચૂકતુંં કરો જે એક-બે જન્મનું વ્યાજ નીકળે છે,


સ્પષ્ટ કહો નહીઁ તો હું સોગન આપી દઈશ,

આ આંખ તમારી કોની શરમ ભર્યા કરે છે,


તમે આમ દીવડાને ઓલવી ચાલ્યા ના જાઓ,

આ મન જાણે છે કે 'દીપ' કેમ અજવાસ કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance