Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Shukla (સેહદેવ)

Romance

4  

Deep Shukla (સેહદેવ)

Romance

શું કરશો

શું કરશો

1 min
408


એકલતામાં હીંચકો હીંચી નહીં શકો તો શું કરશો,

આ ભીની આંખ તમે મીંચી નહીં શકો તો શું કરશો ?


બજારમાં ભટકાવું એ તો સહજ વાત છે જીવતરની,

હું ઓળખીશ નહીં ને તમે ભૂલી નહીં શકો તો શું કરશો ?


મુજ વાદળ ને નખરા તુજ ઝાકળ જેટલા નથી,

સમયે હું વરસી જઈશ ને તમે ઝરી નહીં શકો તો શું કરશો ?


તમે ગુલાબ છો ને તમારી જરૂર મુજ કિતાબને છે,

હું તોડીશ નહીં ને તમે ખરી નહીં શકો તો શું કરશો ?


તુજ ચાંદનો મેળાપ મુજ 'દીપ'થી કાઠો છે,

હું ઠરીશ નહીં ને તમે બળી નહીં શકો તો શું કરશો ?


હું તમારી ઈચ્છા નહીં અમર આશા જેવો છું,

હું મરીશ નહીં ને તમે મારી નહીં શકો તો શું કરશો ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance