અંધારી રાતો માં
અંધારી રાતો માં
ડુબીજા આમ તરફડયા શું કરે છે
નાની નાની વાતે આમ રડ્યા શું કરે છે
કોઈ લાફો મારે તો તું એ ખેચી દેજે
તું ક્યાં ગાંધી છે,ગાલ ધર્યા શું કરે છે
તુજ દરિયા ની તાકાત તું જાતે ઓળખ,
નદી ની જેમ આમ તેમ વળ્યા શું કરે છે
શ્વાસ ખૂટશે તો રોકે રોકાવાનું નથી,
હાલ જીવને વારે વારે મર્યા શું કરે છે
જીવનની મહાભારત માં ધ્યુતો રમાશે ઘણા,
તું પક્ષીની આંખ વિંધ ડાફેરા માર્યા શું કરે છે.
અંધારી રાતોમાં આંધીઓ તો આવવાની"દીપ",
તું પવન ગળી ભડકે બાળીદે આમ ઝોળાયા શું કરે છે
~તમારો પ્રિય દીપ
