STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance

3  

Deep Shukla (સેહદેવ)

Romance

રહી જશે

રહી જશે

1 min
217

તમે આંખ ના મીંચો નહીતો આ રાત રહી જશે,

તમારા નયન મુજથી જે કરે છે એ વાત રહી જશે.


આંખ ખુલે ને તમારો હાથ હોય હૃદય પર,

રોકાઈ જાઓ નહીતો આ પ્રભાત રહી જશે.


વાદળો વરસી જાણે છે કોઈ નાના ખોબા ઉપર,

યાદ ના આવ્યું ક્યાંક સૂકો આખો અખાત રહી જશે.


પ્રણયની સ્પર્ધામાં તો જીતવા દોડવું કેમ,

જીતવાની લાયમાં મીઠી મધુર માત રહી જશે.


બંધ મુઠ્ઠીના જીવનમાં "સહદેવ" થવામાં મજા નથી,

અચાનક આવીને મળતો મજાનો આઘાત રહી જશે.


વરદાન માંગુ કે તમને ગમતી વસ્તુ અદ્રશ્ય થાય

કદાચ બીક છે મને ક્યાંક મારી જાત રહી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance