STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Fantasy

4  

Deep Shukla (સેહદેવ)

Fantasy

ઊંડો ઘા

ઊંડો ઘા

1 min
513

એક તો ઘા ઊંડો ને પાછો મલમ નથી,

શાંત બેઠી છે રાત ને હાથમાં કલમ નથી,


આમ આંખ દબાવી કરી ઓળખાણ ના માંગ,

તારા શ્વાસ મારી માટે અજાણી ફોરમ નથી,


જમાના પ્રમાણે ચાલવામાં સંકોચ શું કામ ?

તોડી દો ! વિશ્વાસ છે આ કોઈ કસમ નથી,


આશ્ચર્ય છું કે અનંત પ્રવાહમાં ગણતરી કેમની,

પ્રેમ તો આખરે પ્રેમ છે ભલે ને પ્રથમ નથી,


તમે ચાંદની ચાહમાં "દીપ" ને તરછોડ્યો,

ભૂલી ગયા કે બધી એ રાત પૂનમ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy