STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance

3  

Deep Shukla (સેહદેવ)

Romance

ના સમજો ઓલવાઈ રહ્યો છું

ના સમજો ઓલવાઈ રહ્યો છું

1 min
11

મન મથતા ગુંચવાઈ રહ્યો છું,

બેઠો- બેઠો કોઈમાં પરોવાઈ રહ્યો છું.


મારી જ વાત ખુદથી છૂપાવી પાવીને એકાએક,

કહી શકો કે હું ખુદથી રીસાઈ રહ્યો છું.


આમ બંધ આંખે તું આવવાનું બંધ કરી દે

આ તારા મજાકથી હવે હું ખીજાઈ રહ્યો છું.


દરેક શ્વાસની મજા કેમ માણી લે કોઈ,

હું તો શ્વાસે ને શ્વાસે રુંધાઈ રહ્યો છું.


મહેલો બની બેઠા પત્તાનું સ્વપ્નાઓ મારા,

એક ફૂંક વાગીને જાણે હું વિખેરાઈ રહ્યો છું.


નાની જ્યોતથી પણ આંધી ઝીલી શકું છું હું,

ફડ-ફડ તો 'દીપ' છું ના સમજો ઓલવાઈ રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance