STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Fantasy

4  

Deep Shukla (સેહદેવ)

Fantasy

આંખની પાંપણે અદાલત ભરાઈ

આંખની પાંપણે અદાલત ભરાઈ

1 min
398

આંખની પાંપણે અદાલત ભરાઈ,

અશ્રુ સારી વિરહના "આંખ" હવે તો ખીજાઈ

સજા કરો હૃદયને એને તો કરી જોગવાઈ,


"ભૂલ કરે એ અને ભોગવવાનું મારે કેમ"

ગુસ્સે થઈ આંખથી "મન" ને અરજી કરાઈ,


"પકડી લાવો એને" મન એ આજ્ઞા ફરમાઈ

ત્યારપછી "આંખની પાપણે અદાલત ભરાઈ"


મન બન્યું નિર્ણાયક અને "વિરહથી" વકીલાત કરાઈ,

ભાવો ગયા અને "હૃદય" ને કઠેડે પકડી આવ્યા લાઈ,


હૃદય ઊઠ્યું બોલી "આમાં મારાથી કોઈ ભૂલ ના કરાઈ"

"લાગણીઓ"નો છે વાંક કહી "સ્મૃતિઓ"ની સાક્ષી પૂરાઈ,


લાગણી આવી કઠેડે જે બેઠી હતી સંતાઈ

"હા, મારો જ છે વાંક કહી કબૂલાત કરાઈ"


ખૂબ ચાલ્યો મુકદમો પછી અદાલત મુદતે ભરાઈ,

"લટકાવી દો આને" કહી મનથી કલમ ભગાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy