STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance Classics

4  

Deep Shukla (સેહદેવ)

Romance Classics

એક ગઝલ લખી છે તારા માટે

એક ગઝલ લખી છે તારા માટે

1 min
388

એક ગઝલ લખી છે તારા માટે,

તું સમય નીકાળી બેસજે હું નિરાંતે સંભળાવીશ

એટલો તો હક છે કે આટલું તો માંગી શકું

તું જે સ્મિત લઈને બેઠી છે એને યાદમાં મઢાવી શકું


તું વસંતનો મેળો ને મને પાનખરની માયા છે

તું પાનેતર સફેદ ને મારી કોલસાની કાયા છે

તુ ક્ષિતિજે બળતો દીવો જેને જોઈ હૈયામાં હાશ થાય

તું ઝાઝરનો ઝણકાર જેનો ડગલે-પગલે પ્રાસ થાય


તું આભાસી એ પ્રતિબિંબ જેમાં મને હજુએ વિશ્વાસ થાય

અટકી પડશે કલમ જો આ બધુ હું કાગળને ગણાવીશ.

એક ગઝલ લખી છે તારા માટે,

તું સમય નીકાળી બેસજે હું નિરાંતે સંભળાવીશ


આમ આવ બેસ શબ્દો થી શણગારુ તને

ચાંદ તારા છોડ આખુ આકાશ ઓઢાડું તને

એકાંત છે અનામત જે તારા નામે કરી

બોલ એથી વધુ તો શું આપું તને


એક-બે ખૂણા જોઈને આમ હાંફી પડી 

આમઆવ આખું હૈયું બતાડું તને

જાણું છું અજાણ નથી છતાં શ્વાસે-શ્વાસે ખબર કરાવીશ

એક ગઝલ લખી છે તારા માટે,

તું સમય નીકાળી બેસજે હું નિરાંતે સંભળાવીશ


આવતા જરા મોડું થાય તો તું બારણે આંખ દેજે

થાકી ને ઢળી જો પડું તો તું માથે હાથ દેજે

હાલ પૂરતી બસ તું હામાં હા દેજે

ક્યાં કહું છું હું કે તું હંમેશા સાથ દેજે


બધું ના સમજાય તને તો તું બસ ઉત્તર માં વાહ દેજ

એ તો પછી હું હસીને મારા મન ને માનવીશ

એક ગઝલ લખી છે તારા માટે,

તું સમય નીકાળી બેસજે હું નિરાંતે સંભળાવીશ


Rate this content
Log in

Similar gujarati poem from Romance