ગઝલ લખી
ગઝલ લખી
આવ્યા તમે જો યાદ, બહારે ગઝલ લખી,
શાયર નથી છતાં મેં, ઈશારે ગઝલ લખી.
કાયમ તમારા નામની ચર્ચા થતી હતી,
દર્શન થશે જ બસ એ વિચારે ગઝલ લખી.
શોધી મેં લાગણીને પ્રણયના બજારમાં,
સામે મળ્યા નયન તો બજારે ગઝલ લખી.
વાતો કદી કરી ના શક્યા જગ મહીં અમે,
છોડ્યું આ જગ પછી તો મઝારે ગઝલ લખી.
ખુલ્લી કિતાબ સમ થઈ આંખો હવે જુઓ.
આંસુ બન્યા કલમ ને સવારે ગઝલ લખી.
વાદળની ઓથ લઈ ઘણું વર્ષ્યા બની 'હેલી'
હલકા થયા શબદ પછી ભારે ગઝલ લખી.

