મન થાય છે
મન થાય છે
તમારાં અવાજના ભણકારા હજુ પણ સંભળાય છે,
આજે પણ મારી આંખને તમને જોવાનું મન થાય છે.
હતાં બેઠાં તમે સામે ત્યારે કાંઇ જ ના બોલાયું,
આજે નથી પાસે તો તમને બોલવાનું મન થાય છે.
સપનાઓમાં હજારો વખત મળ્યાં છો તમે મને,
આજે હકીકતમાં તમને મળવાનું મન થાય છે.
છૂટયો છે વર્ષો પહેલાં તમારો હાથ મારા હાથથી,
આજે મારા હાથને એ હાથ સ્પર્શવાનું મન થાય છે.
નથી તમે મારા હસ્તની રેખામાં એવું લોકો કહે છે,
આજે તમને હાથની રેખામાં ચિતરવાનું મન થાય છે.
રાખ્યો છે જે છુપાવીને સદીઓથી મારા હ્દયમાં,
આજે મારા એ પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનું મન થાય છે.

