ફાગણ મને રંગી ગયો
ફાગણ મને રંગી ગયો
હું ફાગણના રંગે રંગાઈ ફાગણ મને રંગી ગયો
રવિ એના કિરણો થકી કંચન રૂડું ઢોળી ગયો
ફાગણ મને રંગી ગયો
વસંતની લાલી પ્રિત મતવાલી એ ખેલી ગયો
ઉર ઉમંગે છલકાય જાણે કેસર રંગ ઘોળી ગયો
ફાગણ મને રંગી ગયો
છોડી ગુલાબી ઠંડી ગ્રિષ્મ રાગ છેડી ગયો
તરુવર પંખી આંબા ચહેક્યા પંચમ સૂર રેડી ગયો
ફાગણ મને રંગી ગયો
કળી કળી ખીલી ખીલ્યા સરસોના ફૂલ પણ
વાત ફાગણની હતી કેસુડો આગળ દોડી ગયો
ફાગણ મને રંગી ગયો
અબીલ ગુલાબની સંગે ખેલો સૌ ઉમંગે
ફાગણ અલબેલો ફોરમ ફૂલની છોડી ગયો
ફાગણ મને રંગી ગયો
હુ ફાગણના રંગે રંગાઈ ફાગણ મને રંગી ગયો
રવિ એના કિરણો થકી કંચન રૂડું ઢોળી ગયો
ફાગણ મને રંગી ગયો

