ગમે છે
ગમે છે
કાજળઘેરી રાત ગમે છે, સપનામાં તું આવ ગમે છે,
ન આવ તારી મરજી તારી વાટ જોવી મને ગમે છે,
તારા વિરહમાં સરી પડે છે મારા નયનોથી આંસુ,
છતાં પણ તારી યાદમાં મરવાનું મને ગમે છે,
ઘાયલ થઈ જાય છે, દિલ જોઈને તારું હાસ્ય,
પણ છતાંય તારી તસ્વીર જોવી મને ગમે છે,
જાણું છું કહી શકાય નહીં કે તને હું પ્રેમ કરું છું,
પણ તારી યાદોની આગમાં બળવાનું મને ગમે છે,
આપણા પ્રેમની કેડી કાંટાળી એમાં છે દુઃખ જ દુઃખ,
પણ તારા એ દુઃખમાં સુખ લેવાનું મને ગમે છે.

