STORYMIRROR

Monika Patel

Classics Fantasy

4  

Monika Patel

Classics Fantasy

સપનું

સપનું

1 min
268

ઉંમર અઢારની થઈ અને યૌવને પગલું માંડ્યું,

સૂતી ન સૂતી અને મનના માણીગરનું સપનું આવ્યું.


સાંભળેલી વાતોએ સપનામાં પોતાનો ડેરો જમાવ્યો,

સફેદ ઘોડાને બદલે ગાડી પર બેસી રાજકુમાર આવ્યો.


હાથોમાં તલવારની જગ્યાએ લખવાની કલમ લાવ્યો,

અને ફૂલોની જગ્યાએ મારા માટે પુસ્તકો ચૂંટી લાવ્યો.


ભાગ્ય મને મારૂં તેની સાથે કોલેજના રસ્તે લઈ ગયું,

 પ્રેમતો થતો રહેશે પણ તારું જ્ઞાન અધૂરું રહી ગયું.


લગ્નના ફેરાતો ફરશું પણ સાથે જીવનને પણ જીવશું,

અધૂરપ હશે આપણા બંનેમાં તેને મળીને પુરી કરશું.


એકબીજાને સમજવા માટે પહેલાં પોતાને સમજશું,

સત્ય અને વિશ્વાસની કેડી પર હાથ ઝાલીને ચાલશું.


સાંભળી તેની વાતો લાગ્યું કે સાચેજ રાજકુમાર હતો ?

સપનું છે કે હતી હકીકત બસ એના પર વિશ્વાસ નહોતો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics