વાંસળીના સ્વર
વાંસળીના સ્વર
વસંતની વાંસળીના સ્વર સંભળાઈ રહ્યા છે આંગણમાં,
રોમ રોમ નાચી ઉઠ્યું જાણે જોગણ બની ફરું ગોકુળમાં..
ખીલી ઉઠ્યું વનરાવન આખું ફૂલની સૌરભ ફરે કુંજનમાં,
નદી, તળાવ સૌ વાતો કરતા કૃષ્ણ પ્રેમના ગુંજનમાં..
ગોપી, રાધા સંઘ રાસ રચાવ્યો પ્રેમ તો કુંજના કણકણમાં,
કાનો મારો નિજ નિજ ભાસે ગોપીઓ સૌ મૂંઝવણમાં..
મોર મુકુટને અંગ પીતાંબર કેસરિયો ખેસ બાંધે કમરમાં,
વાંસળી વગાડી સૌને ભાન ભુલાવે હસતો વ્રજ મંડળમાં.
ગળામાં છે મોતીયોની માળા હોઠ તો જાણે મધુશાળા,
પગે પહેરી રાઠોડી મોજડી લટો લટકે ગુલાબી ગાલમાં..
વાંસળીના સૂરે ઘેલું બન્યું વનરાવન હસે કાનો મનમાં,
વસંત હિલોળા લેતી ફરતી જાણે માલિક તે વૃંદાવનમાં..
- મોનીકા રામાણી "મોના"
