માવઠું
માવઠું
પ્રેમના વરસાદમાં ભીંજાવાની મજા કંઈક ઔર છે,
ક્યારેક માવઠું વરસે છતાંય કોરા રહી જવાતું હોય છે.
અગણિત કળાના જાણકાર સામે નમી જવાતું હોય છે,
બૂંદ બૂંદ સાચા પ્રેમ માટે કેટલું તરસી જવાતું હોય છે.
ચાતકની જેમ ઘેલા બનીને જુવો પ્રેમના ઇંતજારમાં,
કાળા ડિબાંગ વાદળોની જેમ સરકી જવાતું હોય છે.
ચાતકના ઉરે આનંદતો ત્યારે જ આવે જ્યારે,
પોતાના વરસાદી પ્રેમને પામી જવાતું હોય છે.
ગ્રીષ્મના મધ્યાનમાં ભડકી ઉઠે છે ગગન જ્યારે,
નીતરતા હૈયાં હોય છતાંય બહેકી જવાતું હોય છે.
હૃદયની પીડાઓ વાંઝણી મળતી નથી ક્યારેય,
માવઠું બનીને આંખોથી વરસી જવાતું હોય છે.

