વિદાય
વિદાય
લગ્નની તારીખ નક્કી કરીને,
અમે વધામણાં લાવ્યા છીએ,
દીકરી તારી વિદાય માટેની,
અમે તૈયારી કરીને આવ્યા છીએ.
તારા ચાળા તારા નખરાં,
આજ બધું થયું છે જીવતું,
સ્મરણોની સરીતામાં,
અમે મન મુકીને નાહ્યા છીએ.
તારી ઢીંગલીના લગ્નમાં,
ખૂબ મહાલ્યા હતા અમે બેટા,
અમારી ઢીંગલીના લગ્નમાં,
આંખોમાં આંસુ સાથે આવ્યા છીએ.
નાના નાના પગલાં ભરીને,
સૌને તું કેવું મસ્ત રમાડતી,
તુજને અળગી કરવાને,
અમે વિવશ થઈને આવ્યા છીએ.
મારા ઘરની તો રોનક તું છે,
ખુશીની હર એક પળ તું છે,
પણ શું કરીએ ! કન્યા વિદાયના,
અમે બીજ વાવી આવ્યા છીએ.
