પત્રથી મોબાઈલ સુધી
પત્રથી મોબાઈલ સુધી
આજ સમયનાં કેટલા વાયરા વાયા,
માટે જ પત્રથી મોબાઈલમાં અટવાયા,
પત્ર એ લાગણીઓનો સરવાળો હતો,
જ્યાં કેટલીય યાદોનું મોટું ભંડોળ હતું,
આજે લાગણીઓને ઘરના નેવે મૂકી,
આંગળીઓના ખેલે સૌને ભટકાવ્યા,
પહેલાં પ્રેમનો પહેલો પત્ર અહેસાસ રૂડો,
ઘરના ખૂણે વાંચવાનો આનંદ અનુઠો,
વાતો તો આજે પણ ત્યાં પહોંચે છે,
પણ આનંદને ક્યાંક ભૂલી બેસે છે,
પણ હા સમયની બચત તો કરાવે છે,
મોબાઈલ પળભરમાં વાત પહોંચાડે છે,
પત્રથી ઘણીબધી વાર લાગતી હતી,
ક્યારેક તો વર્ષો પછી ખબર મળતી હતી,
ટપાલીની વાટ જોવામાં ખુબ જ મજા હતી,
લોકોના કાગળ વાંચવાની સૌને રજા હતી,
આજે કોઈ કોઈનો કાગળ નથી વાંચતું,
પાસવર્ડની પાછળ હવે કોઈ નથી ઝાંકતું,
ખબર નહીં આ સફર ક્યાં સુધી પહોંચશે,
પત્રથી મોબાઈલ અને આગળ ક્યાં અટકશે.
