દીકરી
દીકરી
દીકરી તારા આવવાથી મારા હૈયે *હરખ* નથી માતો,
ગમે એટલું છુપાવું પણ અંતરનો ભાવ ઉરે નથી સમાતો..
મારા આંગણમાં તારા પગલાંનો ઝાંઝરનો કલશોર સંભળાતો,
તારા નાના નાના હાથોનો સ્પર્શ મને જાણે ઘણું કહી જાતો,
તારા ગુલાબી ગાલો પર પડતાં ખંજનમાં હું ડૂબી જાતો,
ગમે એટલું છુપાવું પણ અંતરનો હરખ ઉરે નથી સમાતો...
તારી કાળી ભમ્મરયાળી લટોમાં હું ભાન ભૂલી જાતો,
તારા મુખેથી પપ્પા શબ્દ પણ ગળ્યા મધ જેવો લાગતો,
છમ છમ કરતી દીકરીનો પગરવ જ્યારે આંગણમાં પડતો,
ગમે એટલું છુપાવું પણ અંતરનો હરખ ઉરે નથી સમાતો..
સૂરજની પહેલી કિરણની જેમ તું મારા જીવનમાં આવી,
ઉજાસની સાથે સકારાત્મકતાની ઉર્જાનો સંચાર લાવી,
તને જોતાં જ હું મારા જીવનના સઘળા દુઃખ ભૂલી જાતો,
ગમે એટલું છુપાવું પણ અંતરનો હરખ ઉરે નથી સમાતો..
