STORYMIRROR

Monika Patel

Drama

3  

Monika Patel

Drama

વૃક્ષ છું

વૃક્ષ છું

1 min
156

ક્ષણ સરકતું, લય લહરતું વૃક્ષ છું,

શ્વાસનો સંચાર કરતું હું વૃક્ષ છું,


હો ધરા કે હો ગગન મહોરી ઊઠું,

હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું,


મર્મરે છે પંખીઓ, પર્ણો, પવન,

કલરવે કિલ્લોલ કરતું વૃક્ષ છું,


તું ખખડધજ કાળ, ખોડાઈ રહે,

હું લીલા પાને ખીલતું વૃક્ષ છું,


ડાળ નીચે મૂળ ઊંચે શબ્દનું,

હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama