ઇજન
ઇજન
ઇજન દઈ ને એ તો બેઠાં નિરાંતે,
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
મળીએ ચાલો ને આ રવિવાર, કહી..
જાણે થંભાવ્યો આ રુદિયે ધબકાર.
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
રાહ જો કે જોવડાવી છે ઘણી વાર,
છેક હવે કહ્યું કે આવી જાઓ ને યાર !
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
સુગંધ ગુલાબી દૂર રહી માણી ધરાર,
હવે પામીશ ગુલદસ્તો મહેંકતો અપાર.
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
હળવેથી સ્તો ! મારીશ એક ટપલી હું,
ખંજનભર્યા ગાલે એટલું જ વિચાર્યુ
ં,
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
વેણી ગૂંથ્યા કેશની કાળી કરામતો જોઈ,
ખુદને ખોળીશ હું એ મહેંકતી બહારોમાં,
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
ભૂલું કેમ એ કાજલ ઘેરી પાંપણો એવી,
અણીયાળા ખૂણે ક્યાંક થશે આ મુકામ,
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
મર્માળુ હસીને એવું ભીંજવી નાખ્યું મન,
વ્યક્ત વિચારો મળ્યા એક બિંદુએ જ્યાં,
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !
ઇજન દઈ ને એ તો બેઠાં નિરાંતે,
ને અહીં દરિયો દિલે હિલ્લોળે ચડ્યો !