ઉપાલંભ
ઉપાલંભ


શબ્દે શબ્દે સ્નેહ ફૂટે છે,
તોય જાણે કે કૈંક ખૂટે છે,
અનેક ગોપી ને એક કનૈયો,
તોય નવનીત બધાનાં લૂંટે છે.
કરે છે ફરિયાદ યશોદાને,
લે દુઃખે પેટને માથું કૂટે છે.
ગમતી છે લૂંટ કનૈયાની ને,
છતાં રાવ કરે એકઝૂટે છે.
એકની એક રફતાર એની,
રોજ નવો એકડો ઘૂંટે છે.