કૃષ્ણ કિરતાર તમે !
કૃષ્ણ કિરતાર તમે !
પ્રગટ્યા કારાગ્રહ મોઝાર કૃષ્ણ કિરતાર તમે.
હરવાને ભૂમિતણો ભાર કૃષ્ણ કિરતાર તમે.
દીપાવી તિથિ અષ્ટમીને શ્રાવણ માસ પ્રભુ !
આપ્યો જગને ગીતાસાર કૃષ્ણ કિરતાર તમે.
હણીને આતતાયી ઉપદ્રવ દૂર કર્યો ભારતનો,
ભક્તજનને તમારો આધાર કૃષ્ણ કિરતાર તમે.
વીતાવ્યું શૈશવ નંદયશોદાના દ્વારે લીલા કરી,
'માખણચોર' નામ ધરનાર કૃષ્ણ કિરતાર તમે.
દ્વારકેશ, દયાનિધિ, દુઃખહારી દૃષ્ટદમન, દાતાર,
દારિદ્રય સુદામાનું હરનાર કૃષ્ણ કિરતાર તમે.
કરી મુરલીનાદ મોહન મોહ્યાં ગોપીજન હરિ,
રાસ રાધાસંગે હો રચનાર કૃષ્ણ કિરતાર તમે.