Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren MAHETA

Tragedy Fantasy Others

4  

Hiren MAHETA

Tragedy Fantasy Others

ગાંધી બાપુ રોયા હોત...

ગાંધી બાપુ રોયા હોત...

1 min
22

વર્ષો પછી જો જન્મ લઈને ભારત માને જોયા હોત,

સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત,

સત્યના પડખે જે ચાલીને આઝાદીને દ્વાર ગયા,

જેના શબ્દો શાખ લઈને સાત સમંદર પાર ગયા,

એ જ સત્યના સાધકને દુનિયાએ વગોવ્યા હોત,

સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.

અહિંસાના પૂજારી થઈને પ્રેમ પરિમલ ફેલાવ્યો,

મૌન ધરીને આ જગતમાં સૂર સંવાદી રેલાવ્યો,

એના નામે દુનિયામાં બસ બીજ વેરના બોયા હોત,

સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.

પરિગ્રહનો ત્યાગ કર્યો ને બ્રહ્મચર્યનું પાલન,

જાતી ભેદને દૂર કરીને ઘર-ઘર કીધું પાવન,

એના માથે પણ આજે તો માછલાં કંઇક ધોયા હોત,

સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત.

અભય બનીને આઝાદીના સંઘર્ષમાં નવ પ્રાણ પૂર્યો,

સ્વદેશીનો મંત્ર ભણાવી સ્વાર્થ ત્યાગનો ભાવ ભર્યો,

માનવતાના એક ધર્મમાં જનજનને પરોવ્યા હોત,

સત્ય-અહિંસાના પથદર્શક ગાંધીબાપુ રોયા હોત. 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy