ટ્રીન... ટ્રીન
ટ્રીન... ટ્રીન
હતો જમાનો ટ્રીન.. ટ્રીન.. ફોનનો
ગૂંજી ઉઠતું સારુંયે વાતાવરણ
દૂર પરદેશથી આવતાં સમાચાર
ને એમ જાણે અંતર થઈ જતાં એકાકાર,
આવ્યો નવો જમાનો મોબાઇલ ફોનનો
જૂદી-જૂદી રીંગટોનનો ને ટચ સ્ક્રીનનો,
છે બધી સગવડો પણ લાગણી ક્યાંય ન મળે
આંગળીના ટેરવે દુનિયા કર લો મુઠ્ઠીમાં જાણે,
છતાંય મનપાંચમના મેળામાં માનવી
એકલો ને અટૂલો થઈને કાં ફરે ?