પ્રેમનો સંબંધ આત્મા સાથે છે
પ્રેમનો સંબંધ આત્મા સાથે છે
1 min
88
પ્રેમનો સંબંધ આત્મા સાથે છે
જેવી રીતે પવનનો સુસવાટા સાથે,
સુસવાટા સંભળાય અને પવનનો સ્પર્શ મહેસૂસ થાય
તેવી જ રીતે પ્રેમનો સ્પર્શ આત્માને મહેસૂસ થાય,
સુગંધ તો સ્થાયી છે પણ તે પવન દ્વારા ફેલાય છે
તેવી જ રીતે આત્મા પણ એક જીવમાં સ્થાયી છે
પણ પ્રેમ દ્વારા બધાને વર્તાય છે
પ્રેમનો પવન જ્યાં જ્યાં ફૂંકાય છે
ત્યાં ત્યાં બધા જ જીવો મનમોહિત થાય છે.