પ્રાર્થના
પ્રાર્થના


આજે પ્રાર્થના કરતાં તને મન મારું હરખાઈ ગયું
વિતેલા દિવસો ના સુખો અને દુઃખોનું વાદળ જાણે ઘેરાઈ ગયું,
લાંબુ લાગતું આ આયુષ્ય અડધાથી વધારે તો જીવાઈ ગયું,
પા પા પગલી કરતા કરતા જીવનરૂપી ગાડું ગબડતું જ ગયું,
પ્રાર્થનામાં કોઈ માંગ નથી મારી
બસ તારી આકૃતિ અને મલકાતું મુખ જોઈ ને
મન મારું હેતથી ભરાઈ ગયું,
તું તો જાણે છે મનની દરેક વાત
હું તો ઈચ્છું છું તારું શરણ વારંવાર
તું આંગળી ચીંધે ને એ જ માર્ગે હું ચાલુ
એ જ વિનંતી કરું છું હું વારંવાર.