STORYMIRROR

Kuldeep Parmar(સ્પર્શ)

Romance Tragedy

3  

Kuldeep Parmar(સ્પર્શ)

Romance Tragedy

"કહેવું તો ઘણુંય છે"

"કહેવું તો ઘણુંય છે"

1 min
414

કહેવું તો ઘણું છે...

પણ શબ્દો કાચા પડે છે....

ગોઠવી લઉં છું શબ્દો, તો હોઠ પાછા પડે છે.. 


કહેવું તો ઘણું છે.....

પણ, શબ્દો મળે છે, તા'રે તમે નથી હોતા...

અને તમે હોય ત્યારે શબ્દો નથી હોતા...


કહેવું તો ઘણું છે..

કયારેક થાય છે કે કહી દઉં

પણ દિલ નથી માનતું,

દિલ માની જાય છે,

તો મન નથી માનતું.


કહેવું તો ઘણું છે..

સમજાતું નથી હજી શું ખૂટે છે,

રોજ કહેવાનું મન થાય છે,

ને રોજ સપનું તૂટે છે...


કહેવું તો ઘણું ય છે..

પણ શું કરું શબ્દો ને ય મારા હવે,

ચેપ દરિયાનો લાગ્યો છે...

આવે છે હોઠ સુધી અને પાછાં ફરી જાય છે...

કહેવું તો ઘણું ય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kuldeep Parmar(સ્પર્શ)

Similar gujarati poem from Romance