Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Goswami

Drama Romance Fantasy

3  

Pratik Goswami

Drama Romance Fantasy

ઇશ્ક

ઇશ્ક

1 min
39


હા કરી નાખ, ને અહેસાન બની જા, 

મના કરી નાખ, ને મહેમાન બની જા;

ઇશ્ક જોયે રાખ, કદરદાન બની જા, 

ઇશ્ક કરી નાખ, અભિમાન બની જા!


ઇશ્ક રેત હોય ગર, તૂફાન બની જા, 

ઇશ્ક લહેર હોય તો ઉફાન બની જા;

ઇશ્ક કહેર બને ગર, વેરાન બની જા;

ઇશ્ક મેર બને તો મેરબાન બની જા!


ઇશ્કની મોતમાં શમશાન બની જા,

ઇશ્કની જિંદગીમાં રમઝાન બની જા;

ઇશ્કની રાતમાં આસમાન બની જા,

ઇશ્કના દિનમાં મારું મકાન બની જા!

 

ઇશ્ક ફૌજ બને, જવાન બની જા,

ઇશ્ક જંગ બને તો મેદાન બની જા;

ઇશ્ક એ હોય તો જહાન બની જા,

ઇશ્ક તું હોય તો અરમાન બની જા !


Rate this content
Log in

Similar gujarati poem from Drama