Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Goswami

Abstract Drama Tragedy

3  

Pratik Goswami

Abstract Drama Tragedy

હકીકત

હકીકત

1 min
80

આસમાંને સિતારો જૂએ છે, રડે છે;

ભૂખ કેટલી જગાએ બિછાને પડે છે ! 

લોકોને ખૂબીઓ-ખામીઓ ન પૂછો;

મોતને ખામી-ખૂબીઓ થોડી નડે છે ?

કોની સાથે ખાવું, બોલવું ન કોનાથી,

સમાજો, રિવાજોમાં મડદાં સડે છે.

હસવાની સજા ને રડવાની સજા છે;

સજાઓ અહીં વાતે-વાતે મળે છે !

સાચાંને ગણાવ્યાં ફરેબી, રે માણસ !

ફરેબીને સત્યોની માળાઓ ચડે છે ! 

મરવામાં જફા નહીં આવે જ કોઈ,

બધી જ જફા તો જીવવામાં પડે છે. 

મહેલોની રાતો અજવાળી ઘણી છે;

ઠારવા અંધારાં કશેક ભૂંગા બળે છે.

સમય છે, હશે, રેતનો જાણે કિલ્લો,

હાથોમાં આવે છે, ને સરક્યાં કરે છે !

Rate this content
Log in

Similar gujarati poem from Abstract