ઈશ્વરની ટપાલ થઈ ગઈ
ઈશ્વરની ટપાલ થઈ ગઈ
પગરવ થયો એનો ને,
જાણે ! આ ધરતી જન્નત થઈ ગઈ,
આવી હવાની લહેરખી ને ,
આ ડાળી જાણે ! પાગલ થઇ ગઇ.
ડાળીએ ડાળીએ ફૂટી વસંત ને,
એ જાણે ! ઈશ્વરની ટપાલ થઈ ગઈ,
પંખી એ આપ્યો ટહુકો ને,
જાણે ! સોનેરી સવાર થઈ ગઈ.
ચાંદ આવ્યો આભે ને,
જાણે !આ ડરપોક અંધારું દૂર થઈ ગયું,
ઝાકળ આવી ફૂલોને ચૂમવા,
પણ જો ને આ ઈર્ષાળુ પત્ની જેવી,
આવી સૂરજ ની કિરણ, ને બબાલ થઇ ગઈ.
જો ને વરસી આકાશી બુંદો તો,
ધરતી જાણે ! દુલ્હન થઈ ગઈ,
પગરવ થયો એનો ને,
જાણે! આ ધરતી જન્નત થઈ ગઈ.
