STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

આવી જા દોસ્ત

આવી જા દોસ્ત

1 min
270

હું તરસુ એક ટીપા માટે,

એ દોસ્ત સમંદર બનીને આવી જા,


બસ આંસુઓનો દરિયો તે ઉલેચી નાખ્યો,

હવે ખુશીના ખજાનાની ચાવી લઈને આવી જા દોસ્ત,


મારી ઉદાસીને ડરાવી ધમકાવી તે તગેડી મૂકી,

બસ આનંદનો ઉત્સવ મનાવવા આવી જા દોસ્ત,


મૂંઝાયેલા મનને પણ આપી સફળતાની ચાવી,

બસ આ સફળતાનો જશ્ન માનવવા આવી જા દોસ્ત,


ના હવે જોઈએ કોઈ અઢળક સંપતિ,

બસ આ હૈયાના દ્વારે તારા પગલાં પાડવા આવી જા દોસ્ત,


બંધન તારું ને મારું કદી નાં છૂટે,

કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તીની મિસાલ કાયમ કરવા,

આવી જા દોસ્ત.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy